ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFની ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને 15 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. 15 લોકોમાં 8થી 10 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્કૂલેથી આવતા તેમજ ઘર પાસે રમી રહેલા બાળકોને શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.